વૃદ્ધત્વ, દર્દશામક અને રાહક સારવાર

વધતી જતી ઉંમર સાથે શારીરિક તકલીફો અને તેમાંથી સુધરવાની ઘટતી જતી શક્યતાઓ વૃદ્ધત્વને અળખામણું બનાવતું જાય છે. સંપૂર્ણપણે સાજા ન થઇ શકનારા રોગો જેવા કે આર્થ્રાઇટીસ, ગાઉટ (ગઠિયો વા), ડાયાબિટીસ, કીડની-લીવર- હૃદય-ફેફસાંની નબળાઇઓ, સ્ટ્રોક, પાર્કિનસન ડીસીસ (કંપવા), કેન્સર વગેરેને લઇને જીવનના અંતિમ વર્ષો દોઝખ સમા બની જાય છે. ત્યારે વૃદ્ધત્વની બીમારી સાથે બાળપણમાં જ થતાં કેન્સર થકી શારીરિક યાતનારૂપ
પીડાનું શમન કરતી રાહક સારવાર કરનાર બહુ જ જૂજ એવી હોસ્પિટલોમાંની એક SGVP હોલિસ્ટિક હોસ્પિટલ. વૃદ્ધત્વ, દર્દશામક અને રાહક સારવાર એટલે કે Geriatric and Palliative Medical Care વિકાસશીલ દેશોમાં પણ એટલી જ જરૂરી બની ચૂકી છે. આ પરત્વેની સારવારની અલાયદી સુવિધાઓ સાથે યોગ, આયુર્વેદ અને આધ્યાત્મિકતા દર્દીઓને ઝડપથી રાહત અને દર્દશમન પૂરું પાડે છે.