OT Complex ( ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્ષ )

૪ મોડ્યુલર ઓપરેશન થીએટર સાથે ૮૦૦૦ ચો.ફૂટ જેટલા વિસ્તારમાં ફેલાયેલું ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્ષ વિશ્વનાં સર્વોચ્ચ ગુણવત્તા ધરાવતાં સાધનોથી સજ્જ છે. ન્યૂરોસર્જરી, સ્પાઈન સર્જરી, હૃદયની દરેક પ્રકારની સર્જરી, કેન્સર સર્જરી, પેટ-આંતરડાની સર્જરી, સાંધા બદલવાની સર્જરી, આર્થ્રોસ્કોપી વિગેરે માટે આંતરરાષ્ટ્રીય પરિમાણ મુજબ સજ્જ છે. એન્ડોસ્કોપી સુવિધાથી આંતરડાં તથા ફેફસાંના રોગોનું નિદાન તથા સારવાર થઈ શકે છે.