Janubasti ( જાનુબસ્તિ )

ઢીંચણના સાંધાની સંપૂર્ણ સુરક્ષા

જાનુબસ્તિમાં ઢીંચણ ઉપર યંત્ર ગોઠવીને એમાં ઔષધોથી સિદ્ધ ગરમ તેલનું પૂરણ કરી રાખવામાં આવે છે. ત્યારબાદ અભ્યંગ કરીને સ્વેદન કરવામાં આવે છે, જેનાથી સાંધાનાં દર્દો દૂર થાય છે.
જાનુબસ્તિ એટલે ઢીંચણના દુઃખાવા, જકડાઇ જવું, પાણી ભરાવું, લીગામેન્ટ ઇન્જરી વગેરેમાં ઉપયોગી તથા ઢીંચણના સાંધાની આવરદા વધારવા માટે અક્સીર અને પ્રચલિત ચિકિત્સા પદ્ધતિ.