Panchagavya ( પંચગવ્ય )

(1) ગાયનું દૂધ

(2) ગાયનું દહીં

(3) ગાયનું ઘી

(4) ગોમય

(5) ગૌમૂત્ર

ગુરુકુલ દ્વારા છેલ્લા ૭૦ વર્ષથી સંતોની દેખરેખ નીચે ગાયોનું સંવર્ધન કરવામાં આવે છે. SGVPની ગૌશાળામાં ૨૦૦થી વધારે અસલ ગીર ગાયોની સેવા થાય છે. SGVP ગૌશાળાની ગાયો રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે. SGVPની ફાર્મસી દ્વારા આયુર્વેદની વિવિધ ઔષધિઓના સમન્વયથી પંચગવ્ય આધારિત ઔષધિઓ તૈયાર કરવામાં આવે છે, જેનો લાભ દેશ-વિદેશના અનેક લોકો સુધી પહોંચી રહ્યો અને તેઓ હઠીલા રોગોમાં રાહત મેળવે છે.

પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ૬૦ વર્ષ પહેલા આયુર્વેદ ઔષધાલયનો આરંભ કર્યો હતો. ગુરુદેવે વાવેલું એ બીજ આટલા વર્ષોના વિશ્વાસપ્રાપ્ત બહોળા અનુભવ પછી આજે SGVP હોલિસ્ટિક હોસ્પિટલ દ્વારા વટવૃક્ષ બનેલું છે અને નીચેના અસાધ્ય રોગોને નાથવામાં સફળતા મળી છે.

  • કેન્સર 
  • એઈડ્‌સ
  • કિડનીની કાર્યક્ષમતા ઓછી હોવી
  • સોરાયસીસ જેવા ચામડીના જટિલ દર્દો
  • વંધ્યત્વ
  • હૃદયની નળીઓ બ્લોક હોવી